You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીને ગુજરાતમાં કૉંગ્રેસ મોટી જવાબદારી આપશે?
પ્રકાશિત
ગુજરાત કૉંગ્રેસને હવે નવા પ્રમુખ ટૂંક સમયમાં મળે તેવી શક્યતા દેખાઈ રહી છે. જેનું કારણ રાહુલ ગાંધી સાથે ગુજરાત કૉંગ્રેસના નેતાઓની થયેલી બેઠક છે.
કૉંગ્રેસને ગુજરાતમાં નવા પ્રમુખ મળે તે માટે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગુજરાતમાંથી અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, હાર્દિક પટેલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધીએ આ તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી. જે બાદ કૉંગ્રેસે ટ્વિટ કર્યું હતું કે ગુજરાત કૉંગ્રેસ પરિવર્તન માટે તૈયાર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો