લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનૉલૉજીની મદદથી મહિલાએ બાળકને જન્મ આપ્યો
પ્રકાશિત
કચ્છના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના આધેડ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનૉલૉજીની મદદથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા ઘરમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે.
મોટી ઉંમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્ય ના હોવાનું તબીબે જણાવ્યું હતું, પરંતુ દંપતીએ હિંમત ન હારી અને ટેસ્ટ ટ્યુબ દ્વારા જીવુંબેન રબારીએ ટ્ર્રીટમેન્ટ શરૂ કરી હતી.
ડૉક્ટરનું કહેવું છે કે આટલી મોટી ઉંમરે મહિલાએ બાળકને જન્મ આપવાનો આવો કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે.
ડૉક્ટરના કહેવા મુજબ આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો