સના-દાઉદની પ્રેમકહાણીમાં નવો સુખદ વળાંક
પ્રકાશિત
છ મહિના પહેલા પાકિસ્તાનમાં રહેતાં દાઉદ અને સના સાથે બીબીસીની મુલાકાત થઈ હતી. એક અકસ્માતમાં દાઉદના બંને હાથ અને એક પગ કપાઈ ગયા હતા.
હવે એક વર્ષ બાદ તેમને એક કૃત્રિમ પગ લાગી ગયો છે. અને એ જાતે ચાલીને પોતાની બહેનના લગ્નમાં સામેલ થયા.
સના અને દાઉદ એકબીજા સાથે ખુશ છે પરંતુ સનાના પિતા હજુ સુધી એમના આ લગ્ન કરવા પર દુખી છે.
આ બંનેએ પોતાની એક યુટ્યૂબ ચેનલ પણ ચાલુ કરી છે. જોકે એમનાં નામે ઘણાં ફેક અકાઉન્ટ્સ પણ બન્યાં છે.
કૃત્રિમ પગ લાગ્યા બાદ તેમનું જીવન અમુક અંશે ફરી પાટે ચઢ્યું છે.
હાલ તેઓ ખુશ છે અને પોતાનું જીવનમાં આગળ વધવાની મહેનતમાં લાગ્યા છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો