You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું એ મત્સ્યમંદિર, જ્યાં વહેલ માછલીના વિશાળ હાડકાની પૂજા થાય છે
પ્રકાશિત
ગુજરાતના વલસાડના મગોદ ડુંગરીમાં મત્સ્યમાતાનું આ મંદિર આવેલું છે, અહીં વહેલ માછલીના હાડકાની સ્થાપના કરવામાં આવી છે.
એવી માન્યતા છે કે વહેલ માછલીનું આ વિશાળ હાડકું અંદાજે 200 વર્ષ પહેલાં અહીં લવાયું હતું અને સ્થાપના કરાઈ હતી.
મગોદ ડુંગરીના ડેપ્યુટી સરપંચ વિજયરાજ ઍન્જિનિયરનો દાવો છે કે 'મચ્છી માતા'નું ભારતમાં આ એકમાત્ર મંદિર છે.
નવરાત્રીમાં આઠમની તિથિએ અહીં મેળો ભરાય છે, સ્થાનિકોના કહેવા પ્રમાણે આ મેળામાં એક લાખથી વધુ લોકો આવે છે.
જોકે કોરોનાકાળમાં સરકાર દ્વારા લદાયેલા પ્રતિબંધોને પગલે અહીં મેળા જેવી મેદની ભાસતી નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો