પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવો વચ્ચે ભારતમાં ઇલેક્ટ્રિક કારોનું ભવિષ્ય કેવું છે?

પ્રકાશિત

'ઇલેક્ટ્રિક કારોનું વેચાણ પેટ્રોલ કે ડીઝલની કાર પર ભારે પડતું હોય એવા મહત્ત્વપૂર્ણ મુકામને આપણે પાર કરી ચૂક્યા છીએ' એવું વૈશ્વિકસ્તરે નજર કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોના ઉદ્યોગના નિરીક્ષકોનું કહેવું છે.

મોંઘી ગાડીઓના સૅગ્મૅન્ટમાં જેગ્યુઆરે વર્ષ 2025થી માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓને વેંચવાની યોજના ઘડી છે. બ્રિટિશ સ્પૉર્ટ્સકારનિર્માતા કંપની લૉટસ 2028થી તથા વૉલ્વો 2030થી માત્ર ઇલેક્ટ્રિક કાર મૉડલ વેંચવાની યોજના ધરાવે છે.

આનાથી થોડી સસ્તી ગાડીઓ બનાવતી કંપનીઓ પણ આવી જ યોજના ધરાવે છે, જનરલ મૉટર્સે વર્ષ 2035થી માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ જ બનાવવાનું જાહેર કર્યું છે.

ફૉર્ડનુ માનવું છે કે વર્ષ 2030 સુધીમાં યુરોપમાં વેંચાનારા બધા વાહન ઇલેક્ટ્રિક જ હશે.

ફૉક્સવૅગનનું માનવું છે કે વર્ષ 2030માં તેની કુલ ગાડીઓના વેચાણમાંથી 70 ટકા ઇલેક્ટ્રિક હશે.

ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની છે તથા વર્ષ 2025 સુધીમાં ફૉક્સવૅગનથી આગળ નીકળી જવા માગે છે.

બંને કંપનીઓ ભારતમાં ઇલેક્ટ્રિક કાર વેંચવા માગે છે. તેમણે ભારત સરકાર સમક્ષ માગ કરી છે કે આ વાહનો પરની 60થી 100 ટકાની ઇમ્પૉર્ટ ડ્યૂટીને ઘટાડવામાં આવે.

અત્રે એ પણ નોંધનીય છે કે સરકારો પેટ્રોલ-ડીઝલની ગાડીઓ ઉપર પ્રતિબંધ નથી લાદી રહી, ખાનગી કારનિર્માતા કંપનીઓ પોતાના બળે જ આ પહેલ કરી રહી છે, જેના કારણે ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે.

નવી ટેકનૉલૉજીને કારણે પેટ્રોલ-ડીઝલ ગાડીઓમાં વપરાતા એંજિનનો મૃત્યુઘંટ વાગી જશે, તે નિશ્ચિત છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો