સુરતમાં ધોળે દિવસે બંદૂક લઈને લૂંટારા બૅંકમાંથી લાખો લૂંટી ગયા
પ્રકાશિત
સુરતના બારડોલીમાં ધોળે દિવસે બૅંકમાં લૂંટની ઘટના બની હતી.
બારડોલીના મૉતા ગામે સુરત ડિસ્ટ્રિક બૅંકમાં ત્રણ જેટલા લૂંટરૂઓ તમંચા સાથે ઘૂસી આવ્યા હતા.
સીસીટીવીમાં કેદ થયેલી આ ઘટનાને લઈને સુરતમાં ચકચાર મચી છે.
મંગળવારે બપોરના સમયે આવેલા લૂંટારાઓએ બૅંકના મૅનેજર સહિત પાંચ કર્મચારીઓને બંદૂક બતાવીને તેમને બંધક બનાવ્યા અને બાદમાં કેશિયર પાસેથી આવેલી કેબિનમાંથી રોકડ અંદાજે 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો