ચીન દુનિયાનું મદદગાર કે પછી દેવામાં ધકેલનારો દેશ?

વીડિયો કૅપ્શન, ચીન દુનિયાનું મદદગાર કે પછી દેવામાં ધકેલનારો દેશ? - COVER STORY
પ્રકાશિત

અમેરિકા અને બીજા મોટા દેશો કરતાં ચીન બેગણાં નાણાં વિકાસના કાર્યો માટે ધિરાણમાં આપે છે, જેમાંથી મોટા ભાગનું ભંડોળ ચીનની સરકારી બૅન્કોમાંથી જોખમી ઊંચા વ્યાજ દરે લેવાયેલું ધિરાણ હોય છે તેવા નવા પુરાવા સામે આવ્યા છે.

ચીન જેટલું ધિરાણ આપી રહ્યું છે એ ચોંકાવનારું છે. હજી થોડા વર્ષો પહેલાં જ ચીન વિદેશી સહાય મેળવતો દેશ હતો, પણ હવે સ્થિતિ પલટાઈ ગઈ છે.

જોકે ટીકાકારોને આશંકા છે કે ઘણા દેશો ઊંચા વ્યાજ દરે લીધેલી લોનને કારણે દેવાનાં ડુંગર તળે આવી જાય તેમ છે.

આ બાબત ચીનના અમલદારો માટે પણ નવી છે. ઍઇડડૅટાના સંશોધકોએ ચાર વર્ષ સુધી ચીનના આંતરરાષ્ટ્રીય ધિરાણ અને ખર્ચ પર નજર રાખી હતી અને તેના કારણે ચીનના મંત્રાલયના અમલદારો નિયમિત રીતે સંશોધકોનો સંપર્ક કરીને જાણવા કોશિશ કરી રહ્યા છે કે ચીની નાણાંનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.

ઍઇડડૅટાના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રૅડ પાર્ક્સ કહે છે, "અમને ચીનના અમલદારો હંમેશા કહેતા હોય છે, 'માત્ર તમે એક જ છો જે આ બધું જાણો છો.'

તેઓ કહેતા હોય છે: 'આ બધાં આંકડાં અમે અહીં આંતરિક રીતે મેળવી શકતા નથી'."

જુઓ બીબીસીની આ કવર સ્ટોરી

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો