સુરત: ચાની લારી ચલાવતા પરિવારની ત્રણ દીકરીઓએ કુસ્તીમાં ગુજરાતનું નામ રોશન કર્યું

પ્રકાશિત

ચા વેચનારા એક પરિવારની ત્રણ દીકરીઓ કુસ્તીમાં ગુજરાતનું નામ રોશન કરી રહી છે.

સુરતમાં રહેતા રામલખન રાયકવાર ચા-નાસ્તાની લારી ચલાવે છે અને તેમની ત્રણેય દીકરીએ ઉત્તર પ્રદેશના અમેઠીમાં રેસલિગની નેશનલ સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

નીલમ અને તેમની જોડકી બહેનો સોનુ અને મોનુ પણ કુસ્તી રમે છે.

તે બંનેએ પણ અનેક મેડલ્સ પોતાના નામે કર્યા છે. દીકરીઓની આ સફળતા પાછળ તેમના પિતાનો મોટો ફાળો છે. જેમણે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં દીકરીઓને આગળ વધવાનું પ્રોત્સાહન સતત પૂરું પાડ્યું છે.

જુઓ વિશેષ વીડિયો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો