લિજ્જત પાપડને વૈશ્વિક ફલક પર લઈ જનારી ગુજરાતી મહિલાઓની કહાણી

વીડિયો કૅપ્શન, લિજ્જત પાપડની એ કહાણી જેમાં સાત ગુજરાતી મહિલાઓએ 80 રૂ.થી ધંંધો શરૂ કર્યો અને છવાઈ ગઈ
પ્રકાશિત

સાત ગુજરાતી મહિલાઓએ 80 રૂપિયા ઉધાર લઈને શરૂ કરેલો બિઝનેસ આજે કરોડો રૂપિયાનો બની ગયો છે.

આ મહિલાઓની સફળતાની કહાણી એટલે લિજ્જત પાપડની કહાણી.

આ કહાણીની શરૂઆત થાય છે 15 માર્ચ 1959થી. મુંબઈની એક ચાલીમાં જસવંતીબહેન સહિત સાત મહિલાઓએ એક સપનું જોયું અને તેને સાકાર કરવા મચી પડી.

લિજ્જત પાપડને વૈશ્વિક ફલક પર લઈ જનારી મહિલાઓમાંથી આજે માત્ર જસવંતીબહેન પોપટ જ જીવિત છે.

વીડિયો : મધુ પાલ / રવિ પરમાર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો