દ્વારકામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, 107 જેટલા લોકોનું સ્થળાંતર

વીડિયો કૅપ્શન, દ્વારકાના આ વિસ્તારો ધોધમાર વરસાદ બાદ પાણીમાં ગરકાવ, 107 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું
પ્રકાશિત

આ દૃશ્યો દેવભૂમિ દ્વારકાના રાવલ ગામનાં છે, જ્યાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

અહીં વર્તુ -2 ડેમના દરવાજા ખોલવામાં આવતા અને સાની ડેમનું સમારકામ થતું હોવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

પાણી ભરાવાની આ ઘટના બાદ અનેક લોકોનું સ્થળાંતર કરાયું છે.

છેલ્લા કેટલાક દિવસોથી જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયાં છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો