You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકાર, રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ
પ્રકાશિત
બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.
આસપાસના અનેક ગામોમાં અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. દુકાનો તથા ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા મુસાફરોને હાલાકી પડી રહી છે.
ધોધમાર વરસાદને કારણે મલાગઢ, કંસારી, શેરપુરા સહિત અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો