ગુજરાતમાં જલદી ચૂંટણી યોજાવા જઈ રહી છે?

પ્રકાશિત

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ ગુજરાતના અંબાજી મંદિરની મુલાકાત વખતે દર્શનાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ અચૂકપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

નોંધનીય છે કે ગુજરાતમાં નવા મંત્રીમંડળની નિમણૂક પહેલાં રાજ્યમાં સમય કરતાં વહેલું વિધાનસભા ભંગ કરી અને ચૂંટણી યોજવાની વાત અંગે ચર્ચા શરૂ થઈ હતી.

હવે જ્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરે ગુજરાતીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની સલાહ આપી છે ત્યારે ફરી વાર આ ચર્ચા શરૂ થઈ છે. આ અંગેની શક્યતાઓ વિશે જાણવા જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો