ઇન્સ્ટાગ્રામ રીલ્સ : ઉંમરના સીમાડા તોડી સોશિયલ મીડિયા પર ફૅમસ બનનારાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, ઉંમરના સીમાડા તોડી સોશિયલ મીડિયા પર ફૅમસ બનનારાં મહિલાની કહાણી
પ્રકાશિત

48 વર્ષીય રિતુ હંમેશાંથી લોકપ્રિય થવા માગતાં હતાં.

પરંતુ રાતોરાત એમનું સ્વપ્ન તૂટી ગયું.

તેમની ઉંમર ખૂબ ઓછી હતી, જ્યારે તેમના પિતા તેમનાં માતા અને બે નાની બહેનોને છોડીને જતા રહ્યા.

લગ્ન અને બાળકોને ઉછેરવાની જવાબદારી પૂરી કર્યા બાદ હવે રિતુ પોતાના માટે કંઈક કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયાએ તેમને એ તક આપી છે જેની તે રાહ જોઈ રહ્યાં હતાં.

તેમણે પર્ફૉર્મ કરવાનું અને પોતાના વીડિયો શેર કરવાનું શરૂ કર્યું.

રિતુએ જ્યારે ઇન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાની શરૂઆત કરી તો ઘણા લોકોએ તેમની ઉંમરની મજાક ઉડાવી.

રિતુ કહે છે કે ખૂલીને જીવવા માટે ઉંમરના કોઈ સીમાડા નથી હોતા.

જુઓ, આ જિંદાદિલ મહિલાની અનોખી દાસ્તાન વીડિયોમાં.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો