બ્રેઇન ટ્યુમરથી પીડિત 11 વર્ષની ફલોરાનું ક્લેક્ટર બનવાનું સપનું કઈ રીતે પૂરું થયું?

વીડિયો કૅપ્શન, બ્રેઇન ટ્યુમરથી પીડિત 11 વર્ષની ફલોરાનું ક્લેક્ટર બનવાનું સપનું કઈ રીતે પૂરું થયું?
પ્રકાશિત

સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો વાઇરલ થયા હતા, જેમાં એક બાળકી કલેક્ટરની ખુરશી પર બેસેલી જોવા મળે છે. આ બાળકી એક દિવસ માટે અમદાવાદની કલેક્ટર બની હતી.

આ દૃશ્ય જોઈ હાજર રહેલા બાળકીના પરિવારજનો સહિતનાની આંખો ભીની થઈ હતી.

ફ્લોરા આસોડિયા તેના પરિવાર સાથે ગાંધીનગરના સરગાસણમાં રહે છે.

ફ્લોરાનું કલેક્ટર બનવાનું સપનું હતું, જે અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેએ સાકાર કર્યું હતું.

line

'ફ્લોરા ભણવામાં બહુ હોશિયાર છે'

બાળકી

ઇમેજ સ્રોત, Nandan Dave

ફ્લોરાના પિતા અપૂર્વભાઈ આસોડિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની દીકરી ભણવામાં બહુ હોશિયાર છે અને તેનું સપનું કલેક્ટર બનવાનું છે.

"ફ્લોરાને 21-2-2021નો રોજ મગજમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. તેના થોડા દિવસ પહેલાં તેને સખત તાવ આવ્યો હતો અને અમે તેને પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરી હતી."

"બાદમાં અન્ય એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરીને તેનો સિટી સ્કેન કર્યો ત્યારે ખબર પડી કે તેના મગજમાં ગાંઠ છે."

ફ્લોરાના પિતા એક પ્રાઇવેટ નોકરી કરે છે અને તેમનો એક પુત્ર પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે. હાલમાં ફ્લોરાની સારવાર ચાલી રહી છે.

line

કલેક્ટરે બાળકીની ઇચ્છા પૂર્ણ કરી

બાળકી

ઇમેજ સ્રોત, Nandan Dave

અમદાવાદના કલેક્ટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે આ બાળકી કમનસીબે બ્રેઇન ટ્યુમરથી પીડિત છે. ગત મહિને તેનું એક ઑપરેશન કરવામાં આવ્યું હતું.

"મેક અ વિશ ફાઉન્ડેશન તરફથી મને એક વિનંતી કરવામાં આવી હતી કે આ બાળકીની ઇચ્છા કલેક્ટર બનવાની છે. આથી અમે તેનાં (બાળકી) માતાપિતાનો સંપર્ક કર્યો હતો. મેં તેના પિતા સાથે ફોન પર વાત કરી હતી અને તેઓ તેને લઈને આવ્યા અને અમે તેને કલેક્ટરની ખુરશી પર બેસાડી હતી."

25 સપ્ટેમ્બરે ફ્લોરાનો જન્મદિવસ પણ આવી રહ્યો છે. જોકે કલેક્ટર ઑફિસમાં એનો જન્મદિવસ બધાએ સાથે મળીને ઊજવ્યો હતો.

ફ્લોરાનું કલેક્ટર બનવાનું સપનું આ રીતે સાકાર થતાં તેનાં માતાપિતાએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો