નવસારીની આ સરકારી શાળા જ્યાં બાળકો ચલાવે છે ન્યૂઝ ચેનલ, વાંચે છે સમાચાર

વીડિયો કૅપ્શન, નવસારીની આ સરકારી શાળા જ્યાં બાળકો ચલાવે છે ન્યૂઝ ચેનલ, વાંચે છે સમાચાર : Gujarat
પ્રકાશિત

આ છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રંગપુર ગામમાં આવેલી એક એવી આધુનિક શાળા જ્યાં આદિવાસી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ક્રિએટિવિટી કેળવવા અનોખો જ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

અંતરિયાળ ગામમાં આવેલી સરકારી શાળા 1954માં શરૂ થઈ હતી. જંગલવિસ્તારની વચ્ચે અહીં ખાનગી શાળાઓને ટક્કર મારે તેવું અને મૉડર્ન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે. સાથે જ દીકરીઓનો સ્ટેજ ફીયર દૂર થાય અને તેમનામાં વકૃત્વકળા વિકસે તે હેતુથી આ શાળામાં ન્યૂઝરૂમ બનાવાયો છે.

વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો