ભારે શરીર છતાં બેલી ડાન્સ કરતાં પ્રીતિ ડિસૂઝા લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યાં

પ્રકાશિત

વધુ વજનને ઘણા માણસોને હતાશા-નિરાશાના કારણ તરીકે અને પોતાની પ્રગતિના અવરોધરૂપે રજૂ કરતાં તમે જોયા હશે. પરંતુ બેલી ડાન્સર પ્રીતિ ડિસૂઝા સમાજની આ માનસિકતા વિપરીત પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવામાં પોતાના વધુ વજનને કારણે ક્યારેય પાછળ ન રહ્યાં.

બેલી ડાન્સિંગ એક એવું ક્ષેત્ર છે જેમાં મોટા ભાગે પાતળી અને પ્રમાણસર ઓછા વજનવાળી કન્યાઓ જોવા મળે છે. પરંતુ પ્રીતિએ આ માન્યતા પણ પોતાના દૃઢ નિર્ધાર વડે તોડી બતાવી છે.

જુઓ, તેમની પ્રેરણાત્મક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો