You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાપીના આદિવાસી ખેડૂતો વિદેશી કંપની વેદાંતાના પ્રોજેક્ટથી ભયભીત કેમ છે?
ગુજરાતના તાપી જિલ્લાનો ડોસવાડા તાલુકો તેના હરિયાળા અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતો છે. તાલુકાના કુમકુમા ગામમાં ચારેકોર પ્રકૃતિ તેની સોળે કળાએ ખીલે છે. તેનું ચોમાસું આ સુંદરતામાં હજુ વધારો કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર એક વિરોધપ્રદર્શન મામલે ચર્ચામાં રહ્યો છે. અને તેનું કેન્દ્ર પર્યાવરણ છે.
વાત એમ છે કે ગામના રહીશો દ્વારા જીઆઈડીસી સ્થાપવા માટે ગામની કેટલીક જમીન રાજ્ય સરકારને આપવામાં આવી હતી. 1980માં આનાથી રોજગારીની તકોના આશા જાગી હતી. પરંતુ ગામવાસીઓનું કહેવું છે કે તેમને કોઈ ખાસ લાભો નથી મળ્યા.
હવે કુમકુમા ગામ પાસે હિંદુસ્તાન ઝિંક લિમિટેડનો પ્રસ્તુત પ્લાન્ટ સ્થાપવાની વાત છે. તેના માટે રાજ્ય સરકાર સાથે એક મૅમોરેન્ડમ ઑફ ઍસોસિયેશન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેનાથી 5000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળવાની વાત કેહવામાં આવી છે.
પ્લાન્ટમાં શરૂઆતી તબક્કે 5000 કરોડનું રોકાણ કરવામાં આવશે એવું કહેવાયું છે.
હિંદુસ્તાન ઝિંક લિમિટેડે વર્ષ 2020માં એમઓયુ કર્યો હતો અને વાર્ષિક 3.5 લાખ ટન ઝિંક, સલ્ફ્યુરિક ઍસિડ અને અન્ય ધાતુઓ તથા કૅમિકલ કમ્પાઉન્ડની ઉત્પાદન ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.
કંપનીનો દાવો છે કે તે અદ્યતન ટૅકનૉલૉજી વાપરશે જેને લીધે પ્રદૂષણ નહીં થાય અને કોઈ તેને કારણે હાનિકારક પ્રદૂષણ અને ગૅસના ઉત્સર્જનમાં અત્યંત ઘટાડો નોંધાશે.
હિંદુસ્તાન ઝિંક લિમિટેડમાં ભારત સરકારનો 29.5 ટકા હિસ્સો છે. કંપની યુકેસ્થિત વેદાંતા જૂથની એક પેટા કંપની છે.
જોકે કંપનીની પ્લાન્ટ મામલેની જાહેરાત અને પ્રદૂષણ નિયંત્રણના દાવા છતાં વિસ્તારના કેટલાક આદિવાસીઓ તેનો વિરોધ કરી રહ્યાં છે. જે રહીશો પ્લાન્ટનો વિરોધ કરી રહ્યાં છે અને પ્લાન્ટની જાહેરાત મામલે ખુશ નથી તેમની સાથે બીબીસીએ વાત કરવાની કોશિશ કરી. આ લોકોને પર્યાવરણને પ્રદૂષણના કારણે થનારા નુકસાનની પણ ચિંતા છે. અને તેના દુરોગામી પરિણામોથી તેમના સામાન્ય જનજીવન-સ્વાસ્થ્ય પર થનારી અસર વિશે પણ ડર સતાવે છે.
જુઓ રોક્સી ગાગડેકર છારાનો આ વિશેષ વીડિયો રિપોર્ટ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો