You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુરુષમાંથી મહિલા બની સુરતના યુવક સાથે લગ્ન કરનાર આયેશાની પ્રેમકહાણી
પ્રકાશિત
આ કહાણી છે આયેશા અને રોહનની. આયેશા પટેલ પહેલાં પુરુષ હતા પરંતુ હવે તેઓ જેન્ડર ચેન્જ કરાવીને મહિલા બની ગયાં છે. હાલ તેમણે સુરતમાં સ્થિત રોહન સાથે લગ્ન કર્યાં છે અને બંને ખુશીથી પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે.
અગાઉ આયશાનાં લગ્ન એક યુવતી સાથે થયાં હતાં, પરંતુ લગ્ન બાદ તેમણે પત્નીને હકીકત જણાવી અને છૂટાછેડા લઈ લીધા હતા.
આયેશાનું જેન્ડર ચેન્જ કરવાની પ્રક્રિયામાં બે વર્ષનો સમય લાગ્યો હતો અને આશરે 20 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો