મહારાષ્ટ્રમાં મોદીના મંત્રી નારાયણ રાણેની કેમ ધરપકડ કરી લેવાઈ?

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રમાં મોદીના મંત્રી નારાયણ રાણેની કેમ ધરપકડ કરી લેવાઈ?
પ્રકાશિત

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાની કથિત ટિપ્પણીને લઈને શરૂ થયેલો વિવાદ હવે વધારે વકર્યો છે.

મોદી સરકારમાં મંત્રી એવા નારાયણ રાણેની મંગળવારે મહારાષ્ટ્રમાં ધરપકડ કરી લેવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કથિત રીતે એમ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેને ભારતની આઝાદીના વર્ષ વિશે જાણકારી નથી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે નારાયણ રાણની મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાણેની ધરપકડ બાદ સંગમેશ્વર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.