You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તાલિબાનના રાજથી ખુશ કે પરેશાન?
તાલિબાને લગભગ 20 વર્ષો બાદ અફઘાનિસ્તાનમાં સત્તા મેળવી ફરી કબજો કર્યાં બાદ અફરાતફરી અને અસમંજસની સ્થિતિ છે.
હાલ કાબુલ હવાઇમથક અમેરિકન સેનાના નિયંત્રણમાં છે. તાલિબાને અફઘાન પર કબજો જમાવ્યા બાદ ત્યાંથી વિદેશી નાગરિકો સહિત કેટલાક સ્થાનિક અઘફઘાનીઓ પણ દેશ છોડી રહ્યા છે.
કાબુલ હવાઇમથક પર હજુ પણ સ્થિતિ તણાવ ભરેલી છે. બીબીસી સંવાદદાતા લીઝ ડૂસૈટ તેમના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં તેને આવી રીતે વર્ણવે છે, "આ વિમાનો અફઘાનીઓને માત્ર તેમના દેશથી નહીં પણ તેમની ઓળખથી દૂર લઈ જઈ રહ્યાં છે."
તો બીજી તરફ અફઘાનમાં તાલિબાને મહિલાઓની અવરજવર અને તેમનાં કામકાજ તથા શૈક્ષણિક અધિકારો પર ફરીથી એક પરોક્ષ નિયંત્રણ લાદ્યાં હોવાની વાતો સામે આવી છે. આ મામલે ત્યાંની કેટલીક ચળવળકાર મહિલાઓ સાથે બીબીસીના સંવાદદાતા સિકંદર કિરમાણીએ વાતચીત કરી.
તેઓ જણાવી રહ્યા છે શું છે તાલિબાન મામલે મહિલા ચળવળકારોની ચિંતાઓ અને હવે પછીની તેમની જિંદગી શું છે.
આ સાથે જ પાકિસ્તાન પણ તાલિબાનની મુલાકાત લઈ રહ્યું છે ત્યારે પાકિસ્તાન માટે તાલિબાનનું રાજ ગંભીર ચિંતાનો વિષય બનશે કે ખુશખબર છે?
જુઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજની સ્થિતિ અને તેની વૈશ્વિક અસર પર બીબીસીનો ખાસ અહેવાલ આ કવર સ્ટોરીમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો