ભરૂચ જિલ્લાના ખેડૂતો કપાસ અને તુવેર મૂળમાંથી કાઢીને કેમ ફેંકી રહ્યા છે?
પ્રકાશિત
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા અને ભરૂચ તાલુકાના કેટલાક ખેડૂતો કપાસ અને તુવેરનો પાક મૂળમાંથી કાઢીને ફેંકી રહ્યા છે.
તેમનું કહેવું છે કે નજીક આવેલી GIDCની ફેક્ટરીઓના પ્રદૂષણને કારણે તેમનો પાક બરબાદ થઈ ગયો છે.
પ્રદૂષણની અસર ભરૂચ જિલ્લાના ચાર તાલુકા જેવા કે આમોદ, ભરૂચ, જંબુસર અને વાગરામાં જોવા મળે છે.
આ ચાર તાલુકા અંતર્ગત લગભગ 300 ગામડાં આવેલાં છે.
પ્રદૂષણને કારણે આ ગામોની ખેતીને તો અસર થઈ જ રહી છે તો લોકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થયું હોવાની વાત ગામલોકો કહી રહ્યા છે.
વીડિયો : સાજિદ પટેલ / રવિ પરમાર


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો