એ કૅન્સરની પીડિત અફઘાન મહિલા જે વતનની બેહાલીથી પરેશાન છે

પ્રકાશિત

રાહિલા પોતાના સમયમાં અફઘાનિસ્તાનમાં નોકરી કરનારાં ગણ્યાંગાંઠ્યાં મહિલાઓમાં સામેલ હતાં.

જ્યારે તેઓ કામ પર જતાં હતાં, તો લોકો તેમની પર પથ્થર અને કાદવ ફેંકતા હતાં અને મહેણાં મારતા હતા કે મહિલા થઈને કામ પર જતાં શરમ નથી આવતી પરંતુ તેઓ ડર્યાં નહોતાં.

એ બાદ પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું અને તેમને ઘરમાં કેદ થવું પડ્યું. તેમનાં પુત્રવધૂ મરિયમ તે સમયે મેડિકલનો અભ્યાસ કરી કરતાં હતાં, તેમનો અભ્યાસ પણ બંધ થઈ ગયો હતો.

જોકે, એ બાદ સ્થિતિ સુધરી અને તાલિબાનને અફઘાનિસ્તાન છોડવું પડ્યું.

મેડિકલ વિઝા પર ભારત આવેલો આ પરિવાર એટલો ડરમાં છે કે હવે ફરીથી અફઘાનિસ્તાન પરત જવા ઇચ્છતો નથી. આ પરિવાર વિઝા વધારવા માટે સરકારને વિનંતી કરી રહ્યો છે.

આવી જ કહાણી એ સેંકડો અફઘાનોની છે જેઓ હાલ ભારતમાં છે અને પરત અફઘાનિસ્તાન જવા નથી માગતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો