You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાનના કબજા બાદ ભાગીને ઍરપૉર્ટ પહોંચ્યા લોકો, પ્લેનમાં ચડવા ધક્કામુક્કી
પ્રકાશિત
તાલિબાને કાબુલ શહેરનો કબજો લીધા બાદ લોકો શહેર છોડી ભાગી રહ્યા છે.
સોમવારે ઍરપૉર્ટની બહાર ફાયરિંગના અવાજ સંભળાયા હતા. કાબુલ જતી ઘણી ફ્લાઇટ્સ કૅન્સલ કરી દેવામાં આવી છે.
કાબુલ શહેરમાં હાલ અનિશ્ચિતતાની સ્થિતિ પ્રવર્તી રહી છે અને લોકો ડરના માર્યા ભાગી રહ્યા છે.
રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ચાલ્યા ગયા અને તાલિબાનના કાબુલમાં પ્રવેશ બાદ અફઘાનિસ્તાન છોડીને જનારા લોકોની લાઇનો લાગી ગઈ હતી.
વિમાનમાં ચડવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો