અફઘાનિસ્તાન છોડવા માટે લોકો USના પ્લેનમાં ટિંગાઈ ગયા, પડવાથી મોત

પ્રકાશિત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર તાલિબાને કબજો મેળવ્યા બાદ હવે શહેરમાં અફરાતફરી મચી છે.

અહીં અનેક લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે અને તેના માટે હાલ એક જ સ્થાન છે અને તે છે કાબુલનું ઍરપૉર્ટ.

ઍરપૉર્ટનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં લોકો અમેરિકાના પ્લેન પર ચઢી ગયા છે.

લોકો જીવ બચાવવા માટે કેવી આફતનો સામનો કરી રહ્યા છે એ આ વીડિયોમાં જોઈ શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો