You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વરસાદ ખેંચાતા સુરેન્દ્રનગરના ખેડૂતો ચિંતામાં, પાક સુકાવા લાગ્યો
પ્રકાશિત
સમગ્ર રાજ્યમાં હાલ વરસાદની ઘટ છે. વરસાદ ઓછો પડવાથી ખેડૂતો પણ પોતાના પાકને લઈને ચિંતિત છે.
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતો પણ વરસાદ ખેંચાતા ઘણી મુશ્કેલી વેઠી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદની 61 ટકા ઘટ છે. વરસાદની ઘટ અને ખેતીલાયક પાણી ન હોવાથી પાક પણ સુકાવા લાગ્યો છે.
મૂળી તાલુકામાં મુખ્ય રીતે કપાસનું વાવેતર થાય છે. ઉપરાંત મગફળી, જુવાર, બાજરી, અડદની પણ ખેતી કરવામાં આવે છે.
તાલુકામાં એક જ ડેમ છે અને તેમાંથી અમુક જ ગામોને પાણી મળે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો