You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : બીબીસીને મળી તાલિબાને કબજે કરેલા ક્ષેત્રમાં જવાની દુર્લભ પરવાનગી, તાલિબાન હેઠળ લોકોનું જીવન કેવું છે?
તાલિબાનના લડાવૈયાઓએ અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર કંદહાર પર કબજો કરી લીધો છે અને આ સાથે જ તેઓ ગમે ત્યારે કાબુલ પર હુમલો કરશે તેવો ભય પણ વધી ગયો છે.
તાજેતરમાં તાલિબાને કબજે કરેલા શહેરોની કડીમાં કંદહાર પર કબજો સૌથી નોંધપાત્ર છે. દક્ષિણમાં આવેલું આ શહેર એક સમયે તાલિબાનનો ગઢ ગણાતું હતું અને વેપારની દ્રષ્ટિએ પણ ઘણું મહત્ત્વ ધરાવે છે.
તાલિબાન હવે અફઘાનિસ્તાનની 34 પ્રાંતીય રાજધાનીઓમાંથી ત્રીજા ભાગથી વધારે રાજધાનીઓ પર નિયંત્રણ ધરાવે છે. આ તરફ અમેરિકાએ કહ્યું છે કે તે અફઘાન સ્થિત અમેરિકન દૂતાવાસમાં કામ કરતા સ્ટાફમાંથી નોંધપાત્ર સંખ્યામાં લોકોને પાછા લાવવા માટે 3 હજાર સૈનિકોને અફઘાનિસ્તાન પરત મોકલી રહ્યું છે. તો બ્રિટન પણ 600 સૈનિકોને અફઘાન પાછા મોકલી રહ્યું છે.
બીબીસીની ટીમને બલ્ખ શહેરમાં જવાની પરવાનગી મળી જ્યાં તાલિબાનનો કબજો છે. આ વીડિયોમાં જુઓ કે તાલિબાનના કબજાવાળા આ શહેરમાં શું ચાલી રહ્યું છે.
રિપોર્ટ : સિકંદર કિરમાણી ,બીબીસી સંવાદદાતા, બલ્ખ, અફઘાનિસ્તાન
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો