BHUJ - 71ના યુદ્ધમાં કચ્છનાં વીરાંગનાઓએ જ્યારે જીવની બાજી લગાવી પાકિસ્તાનને ભારતીયોના સાહસનો પરચો આપ્યો
1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પાકિસ્તાનની વાયુસેનાએ ભુજ ખાતે આવેલ ભારતીય વાયુસેનાના રનવે અને ઍરબૅઝને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
એ યુદ્ધ અને યુદ્ધ દરમિયાન કચ્છની મહિલાઓએ દાખવેલી બહાદુરીને ધ્યાને રાખીને બનેલી ફિલ્મ 'ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા' નામની ફિલ્મ રિલીઝ થઈ રહી છે. અભિનેતા અને ફિલ્મ નિર્માતા-નિર્દેશક અજય દેવગણની આ ફિલ્મ ચર્ચામાં છે.
1971માં એ સમયે દેશકાજે પોતાના જીવને જોખમમાં મૂકી કચ્છનાં વીરાંગનાઓએ અદમ્ય સાહસનો પરચો આપ્યો હતો.
મૃત્યુનો ભય કે પરિવારનું દબાણ પણ આ રણચંડીઓને પોતાના દેશની આ કપરા સમયમાં સેવા કરતાં રોકી શક્યાં નહોતાં.
જાણો પોતાના જીવના જોખમે ભારે બૉમ્બમારા વચ્ચે ભારતીય વાયુસેનાના ભુજ ખાતેના રનવેનું સમારકામ કરનારાં વીરાંગનાઓની કહાણી.
વીડિયો : રવિ પરમાર/ પરેશ પઢિયાર
આપને આ પણ વાંચવું ગમશે : જ્યારે ગુજરાતની 'વીરાંગનાઓ'એ રાતોરાત રનવે બનાવ્યો


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો