You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડોદરા : નીરજ ચોપરા પહેલાં ભાલાફેંકમાં ગોલ્ડ જિતનાર વડોદરાનાં એ મહિલા જે દયનીય સ્થિતિમાં જીવે છે
'મને જે સમ્માન મળવું જોઈએ એ ન મળ્યું મને એ જ દુ:ખ છે'. આ શબ્દો છે વડોદરાનાં રઝિયા શેખના.
ટોક્યો ઓલિમ્પિકમાં જ્વેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ ચારે તરફ નિરજ ચોપરાની ચર્ચા થઈ રહી છે. પણ વડોદરાનાં એક ભૂતપૂર્વ મહિલા ખેલાડીએ સાઉથ એશિયન ગેમ્સમાં જ્વેલિન થ્રોની જ સ્પર્ધામાં ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.
રઝિયા શેખે પોતાના સમયમાં અનેક સિદ્ધિઓ નોંધાવી હતી છતાં આજે તેઓ દયનીય હાલતમાં જીવી રહ્યાં છે.
રઝિયા શૈખની આ સફર સરળ નહોતી. વિવિધ પડકારોને માત આપી તેઓ અહીં સુધી પહોંચ્યાં હતાં.
પરંતુ તેમને દુ:ખ એ વાતનું છે કે અન્ય ખેલાડીઓને જેમ તેમની સિદ્ધિઓ માટે સન્માન મળ્યા છે તેવા સન્માન આજ સુધી તેમને મળ્યા નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો