લિયોનલ મેસી બાર્સેલોના છોડતી વેળાએ જ્યારે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા

પ્રકાશિત

લિયોનલ મેસી ફૂટબૉલની દુનિયાનું એવું નામ છે જેને કોઈ ઓળખની જરૂર નથી પરંતુ હાલ તેઓ ગોલ કરવાને કારણે નહીં પણ અન્ય કારણે ચર્ચામાં છે.

આર્જેન્ટિનાના આ ફૂટબૉલરે પ્રખ્યાત બાર્સેલોના ફૂટબૉલ ક્લબ છોડી અને એ વિદાયવેળાએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

રવિવારે મેસીએ કહ્યું, 'હું આ માટે તૈયાર ન હતો. આ ખૂબ મુશ્કેલ છે કે હું ગુડબાય કહી રહ્યો છું.'

એમણે કહ્યું, 'હું 13 વર્ષનો હતો ત્યારે અહીં આવ્યો હતો અને અત્યારે 21 વર્ષ બાદ મારી પત્ની અને બાળકો સાથે જઈ રહ્યો છું.'

વીડિયોમાં જાણો મેસીએ શું કહ્યું?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો