નીરજ ચોપરાએ કેવી રીતે ભારતને અપાવ્યો ટોક્યો ઑલિમ્પિક્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ?

પ્રકાશિત

ભાલાફેંક સ્પર્ધામાં ભારતીય નીરજ ચોપરા એ શાનદાર દેખાવ કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

23 વર્ષીય નીરજ ચોપરા હરિયાણાના પાનીપતથી આવે છે. તેમને ભાલાફેંકના દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે.

ભાલાફેંકમાં તેમણે 87.58 મીટર દૂર ભાલો ફેંકી પ્રથમ સ્થાન મેળવ્યું. નીરજ ચોપરા ભાલાફેંકમાં ટોચના 12 ખેલાડીઓની ફાઇનલના પ્રથમ બે રાઉન્ડના અંતે 12 ઍથ્લીટોની યાદીમાં ટોચ પર રહ્યા અને છેવટ સુધી તેમણે એ લીડ જાળવી રાખી.

તેમની જીતને લઈને ભારતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. જાણો કેવી રીતે પાનીપતના આ યુવાને ભારત માટે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો