એ મહિલા જે કાર કે બાઇક નહીં તોતિંગ JCB ચલાવે છે

પ્રકાશિત

તમે પોતાના ગુજરાન ચલાવવા માટે ટૅક્સી ચલાવતાં, ઑટોરિક્ષા ચલાવતાં કે ડિલિવરી કરતાં મહિલા ઘણાં જોયાં હશે.

વધુમાં વધુ ટ્રક કે બસ ચલાવતાં મહિલા જોયાં હશે. પરંતુ શું તમે ક્યારેય JCB ઑપરેટર મહિલાને જોયાં છે? મગજ વિચારે ચડી ગયું ને?

મળો પોતાના પરિવારને માનભર્યુ જીવન આપવા માટે ભારે ભરખમ JCB વાહન ચલાવતાં મહિલા અન્ગલ એસ્વારી જેઓ તામિલનાડુના કોઇમ્બતુરનાં રહેવાસી છે. આ પહેલી વખત છે કે તામિલનાડુમાં બાંધકામ ક્ષેત્રે ભારે વાહન ચલાવવાનું કામ એક મહિલા કરી રહ્યાં છે.

જુઓ, આ મહેનતુ મહિલાની પ્રેરક કહાણી માત્ર બીબીસી ગુજરાતી પર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો