માર્શલ આર્ટ ; 10 વર્ષની એ બાળકી જે માત્ર છ આંગળીઓ છતાં પારંગત બની

પ્રકાશિત

તમિલનાડુના વિલુપુરમ જિલ્લાના મરાક્કાનમમાં રહેતાં 10 વર્ષની યાસિકાને જન્મથી માત્ર ત્રણ ત્રણ આંગળીઓ જ છે.

બંને હાથમાં કુલ છ આંગળીઓ હોવાથી રોજિંદાં કેટલાક કામ તેમની માટે મુશ્કેલ બની રહે છે.

પરંતુ આ મુશ્કેલી છતાં તેમણે એક પારંપરિક માર્શિયલ આર્ટમાં કમાલ કરી છે.

તેઓ મુશ્કેલ એવાં કેટલાય કરતબ કરી બતાવે છે ત્યારે લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે.

આ વીડિયોમાં જુઓ યાસિકાની હિંમતની કહાણી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો