સુરતમાં જરૂરિયાતમંદોને ઘરેઘરે જઈને રૅશનકિટ વગેરેની મદદ કરતી મહિલા પોલીસ

પ્રકાશિત

સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ માટે 'માવતર પોલીસ તમારે દ્વાર' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ જરૂરિયામંદ લોકોના ઘરે જાય છે અને તેમની સમસ્યાઓ સાંભળે છે અને તેનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરે છે.

પોલીસે એનજીઓ અને સામાજિક સંસ્થાઓનીની મદદથી ગરીબ અને ઝૂંપડાંમાં રહેતા લોકોને અનાજની કિટથી લઈને જીવનજરૂરિયાતની વસ્તુઓ આપી હતી.

'માવતર પોલીસ તમારે દ્વાર' અભિયાનનો લાભ મહિલાઓ અને વૃદ્ધોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.

પોલીસ સ્ટેશનના સરવેના આધારે જરૂરિયાતમંદોને શોધી તેમની મદદ કરવામાં આવે છે.

વીડિયો : ધર્મેશ અમીન / રવિ પરમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો