ઇઝરાયલની પદ્ધતિથી 'ઓછી જમીનમાં કરોડોનું ઉત્પાદન' કરતાં ગુજરાતી ખેડૂતની કહાણી

પ્રકાશિત

સાબરકાંઠાને ખેડૂતો હવે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. 'ઓછી જમીન, ઓછું પાણી અને ઓછો નિભાવખર્ચ એટલે હળદરની ખેતી', સાબરકાંઠાના ખેડૂતો હવે આ વાતને અનુસરતાં હળદરની ખેતી કરી રહ્યા છે અને મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે.

ચંદ્રકાંત પટેલ ઇઝરાયલની પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે, જેના કારણે તેમનું ઉત્પાદન વધ્યું છે અને આવકમાં પણ વધારો થયો છે.

ખેડૂત ચંદ્રકાંત પટેલ કહે છે, "આ ઇઝરાયલની પદ્ધતિ છે, જે હાઇટેક વર્ટિકલ ફાર્મિંગ ટેકનૉલૉજી તરીકે ઓળખાય છે."

તેઓ કહે છે કે આ એક પ્રકારનું કૉન્ટ્રેક્ટ ફાર્મિંગ છે. તેમનો દાવો છે કે ગુજરાતમાં આ પદ્ધતિથી પ્રથમ વખત ખેતી કરાઈ રહી છે.

તેમને આશા છે કે નવ મહિના બાદ અહીં ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાની કિંમતનું ઉત્પાદન થશે.

જુઓ બીબીસી ગુજરાતીનો વિશેષ અહેવાલ.

વીડિયો - શૈલેષ ચૌહાણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો