તાપી: ફાળો ઉઘરાવી બનાવેલી લાઇબ્રેરીથી હજારો યુવાનોનાં સપનાંને પાંખો મળી
પ્રકાશિત
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ગડત ગામમાં આદિવાસી સમાજના શિક્ષિત યુવાનોએ ફાળો એકઠો કરી સમાજના યુવાનોની સગવડ માટે લાઇબ્રેરી શરૂ કરતાં અસંખ્ય યુવાનો તેનો લાભ લઈ રહ્યા છે.
નોંધનીય છે કે આ લાઇબ્રેરી શરૂ કરાઈ એ પહેલાં સમગ્ર તાલુકામાં કોઈ પણ લાઇબ્રેરી નહોતી. જેથી ગામના નોકરીવાંચ્છુ યુવક-યુવતીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વ્યારા સુધી જવું પડતું હતું. પરિણામે અનેક વિદ્યાર્થીઓ માટે આ પ્રવૃત્તિ અતિ ખર્ચાળ સાબિત થતી.
આ સમસ્યા નિવારવા માટે ડોલવણ તાલુકાના આદિવાસી નોકરિયાત યુવાનોના પ્રયાસોથી લાઇબ્રેરી શરૂ કરાઈ, જે આજે ઘણા વિદ્યાર્થીઓ માટે મદદરૂપ સાબિત થઈ રહી છે.
જુઓ, અનોખી શરૂઆતની ખાસ કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો