You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : પરેશ ધાનાણી શિક્ષણના ખાનગીકરણનો વિરોધ કરતા વિજય રૂપાણી અંગે શું બોલ્યા?
રાજકોટમાં ભાજપની સુશાસન સપ્તાહની ઉજવણી સામે કૉંગ્રેસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો હતો.
વિરોધની શરૂઆત થતાં જ પોલીસે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત આશરે 10 લોકોની અટકાયત કરી લીધી હતી.
રાજકોટમાં કૉંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધપ્રદર્શન કરાયું હતું.
વિરોધપ્રદર્શનમાં મોટી સંખ્યામાં કૉંગ્રેસ અને NSUIના કાર્યકરો હાજર રહ્યા હતા.
અટકાયત કરેલા તમામને યુનિવર્સિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
કૉંગ્રેસે અગાઉથી જ આ વિરોધ કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. વિરોધને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
કૉંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આરોપ મૂક્યા.
તેમણે કહ્યું કે 'રિમોટ કંટ્રોલથી ચાલતી રૂપાણી સાહેબની સરકારે શિક્ષણને અધોગતિ તરફ વાળ્યું છે'.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો