કૃષ્ણકુમારી તિવારી : નેપાળનાં 78 વર્ષનાં દાદી જેમને નાચવાના શોખે લોકપ્રિય બનાવી દીધાં

વીડિયો કૅપ્શન, કૃષ્ણકુમારી તિવારી : નેપાળનાં 78 વર્ષનાં દાદી જેમને નાચવાના શોખે લોકપ્રિય બનાવી દીધાં
પ્રકાશિત

આ દાદી ટિકટૉક પર વાઇરલ થઈ ગયાં છે. તેમના એક વીડિયોને 18 મિલિયનથી વધુ વ્યૂ અને 65 હજાર કૉમેન્ટ મળ્યાં છે.

કૃષ્ણકુમારી તિવારી છે 78 વર્ષનાં છે અને નેપાળના ગોરખા જિલ્લામાં રહે છે.

તેઓ કહે છે, "મને બાળપણથી જ ડાન્સનો શોખ હતો. જોકે હું મારાં માતા-પિતા અને સમાજની રૂઢિવાદી માનસિકતાને કારણે ડાન્સ ન કરી શકી."

"પરંતુ હવે મને લાગે છે કે ડાન્સથી હજી પણ એટલો જ પ્રેમ છે. તો આ ઉંમરે પણ હું ડાન્સ કેમ ન કરી શકું?"

ટિકટૉક પર પોતાના ડાન્સ વીડિયોને કારણે આ દાદી ખૂબ લોકપ્રિય બની ગયાં છે.

તેમની ડાન્સ ટૅલેન્ટને હવે તેઓ લોકો સમક્ષ રજૂ કરી રહ્યાં છે અને તેથી તેઓ ખુશ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો