રાજકોટના કાગદડી ગામે વરસાદ બાદ આવેલા પૂરમાં ખેતરો ધોવાયાં, પશુઓ તણાયાં
પ્રકાશિત
રાજકોટ જિલ્લાના કાગદડી ગામમાં ગત રવિવારે વરસેલા ભારે વરસાદને લીધે પૂર આવ્યું હતું.
અતિ ભારે વરસાદને લીધે ગામમાં કમર સુધી પાણી ભરાઈ ગયું હતું.
આ સાથે જ પૂરને લીધે ખેતરોમાં ધોવાણ થઈ ગયું હતું અને કેટલાંક પશુઓ પણ તણાઈ ગયાં હતાં.
રવિવારે આવેલા વરસાદને લીધે કાગદડી સહિત નજીકનાં ગામોના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું.
પૂરનાં પાણી ઘરોમાં ઘૂસી ગયાં અને લોકોની ઘરવખરી બરબાદ થઈ ગઈ. તો ગામના વીજથાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા.
વીડિયો : બિપિન ટંકારિયા / રવિ પરમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો