સુરતમાં કોરોના રસીકરણ કેન્દ્ર પર પોલીસ અને લોકો વચ્ચે થયું ઘર્ષણ

પ્રકાશિત

કોરોના સામે રસીને સૌથી મોટો બચાવ ગણવામાં આવી રહ્યો છે. ભારતમાં હાલ 10 ટકા જેટલાં લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે અને રસીકરણની ગતિને લઈને અનેક સવાલો સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં અનેક ઠેકાણે રસી પૂરતી નહીં હોવાનું કે રસીકરણ બંધ રહ્યું હોવાના સમાચાર પણ આવતા રહે છે.

આ દરમિયાન સુરતના ઉધનામાં રસીકરણ કેન્દ્ર પરથી પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ છે.

સુરતના ઉધનામાં રસી માટે નંબર આવે તે માટે લોકો રાતે 12 વાગે લાઇન લગાવે છે અને સવારે 10 વાગે ટોકન આપવામાં આવે છે.

રવિવારે લાઇનમાં રસીકરણ માટે ભારે ભીડ ઉમટી હતી ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. લોકોનો આરોપ છે કે પોલીસે એમને ધક્કા મારીને કેન્દ્ર પરથી હઠાવ્યાં.

શું છે બનાવ જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો