જાપાન : એ મહિલા જે લોકોને હિન્દી ભાષા શીખવી રહ્યાં છે

પ્રકાશિત

જાપાનનાં માયો ભારતીયો સાથે ભાષા થકી જોડાયાં છે અને તેઓ જાપાન વિશે ભારતીયોને હિન્દીમાં માહિતી આપી રહ્યાં છે.

તેમજ જાપાનના લોકોને પણ હિન્દી શીખવી રહ્યાં છે.

માયોના પિતાએ તેમને ભારત વિશે જાણવા માટે પ્રેરિત કર્યાં હતાં.

માયોએ ઓસાકા યુનિવર્સિટીમાં ચાર વર્ષ સુધી હિન્દીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભાષા શીખવા માટે ભારતમાં પણ અમુક સમય પસાર કર્યો.

માયોને લાગે છે કે બંને દેશની સંસ્કૃતિમાં ઘણું સામ્ય છે, પરંતુ માયોને ભારત અંગે ઘણી ફરિયાદો પણ છે.

માયો હવે ભારતની અન્ય ભાષાઓમાં પણ રસ દાખવી રહ્યાં છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો