અમદાવાદમાં કોરોનાની રસી માટે લાંબી લાઇનો, લોકોએ ગુસ્સામાં રૂપાણી સરકારને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અમદાવાદના કોરોનાની રસી માટે લાંબી લાઇનો, લોકોએ ગુસ્સામાં રૂપાણી સરકારને શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને લોકો કોરોનાની રસી લેવા માટે ઊમટી રહ્યા છે.

જોકે કોરોનાની રસી લેવા માટે લોકોને લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે.

અમદાવાદ શહેરના મણિનગરમાં લોકો પોતાનું કામકાજ છોડીને રસી લેવા માટે લાઇનમાં ઊભા રહે છે.

લોકોએ સિનિયર સિટીઝન માટે અલગથી વ્યવસ્થા કરવાનું પણ કહ્યું હતું.

રોષે ભરાયેલા લોકોએ ગુજરાત સરકારને આ મુશ્કેલીનું નિરાકરણ લાવવા વિનંતી પણ કરી હતી.

વીડિયો : તેજસ વૈદ્ય / પવન જયસ્વાલ

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો