You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર પૂર : 'ઘરમાં કોઈ ન બચ્યું' - બચી જનાર એકમાત્ર મહિલાની પીડા
પ્રકાશિત
મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પૂર અને ભૂસ્ખલનથી અનેક લોકો મૃત્યુ પામ્યાં છે અને સોથી વધારે લોકો લાપતા છે.
હાલ સવા લાખથી વધારે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તો અનેક સ્થળોએ એનડીઆરએફ દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
સતારા જિલ્લાના અંબેઘર ગામમાં ભૂસ્ખલન થયું હતું અને કાટમાળની નીચે 15 જેટલા લોકો ફસાયા હતા. અમે તે મહિલા સાથે મુલાકાત કરી જે તેના પરિવારમાં એકમાત્ર જીવિત રહ્યાં છે.
બીબીસી મરાઠીના સંવાદદાતા મયંક ભાગવતે સ્થળ પર જઈ સ્થિતિ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જુઓ વીડિયો અહેવાલ.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો