રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને સંસદ કેમ પહોંચ્યા?

પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કૃષિકાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે આજે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ટ્રેક્ટર લઈને સંસદ પહોંચ્યા છે.

તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોનો સંદેશ લઈને સંસદ આવ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું, “સરકાર ખેડૂતોનો અવાજ દબાવી રહી છે અને સંસદમાં આ મામલે ચર્ચા નથી થવા દેતી. એમણે આ ત્રણે કાળા કાયદાઓ પરત લેવા પડશે. આખો દેશ જાણે છે કે આ કાયદાઓથી ફક્ત બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થશે.”

રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું, “સરકાર એવું કહે છે કે આંદોલન કરી રહેલા ખેડૂતો ખુશ છે અને આતંકવાદી છે પણ સત્ય એ છે કે એમનો હક છીનવાઈ રહ્યો છે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો