LGBT : ગુજરાતનાં પ્રથમ ટ્રાન્સવુમન જેમને સરકારે ઓળખપત્ર આપ્યું : 'વર્ષો સુધી પુરુષના શરીરમાં હું મહિલા હતી'

વીડિયો કૅપ્શન, LGBT : ગુજરાતનાં પ્રથમ ટ્રાન્સવુમન જેમને સરકારે ઓળખપત્ર આપ્યું
પ્રકાશિત

આ કહાણી છે સુરતનાં અલિશા પટેલની. જેઓ ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારાં પ્રથમ ટ્રાન્સવુમન બન્યાં છે અને તેમને એક ઓળખપત્ર પણ આપવામાં આવ્યું છે.

અલિશાએ ડિપ્લોમા એન્જિનયરિંગનો અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ સુરતમાં પોતાનાં માતા સાથે રહે છે.

લિંગપરિવર્તનની આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સમય માંગી લે તેવી છે અને તેટલી જ ખર્ચાળ છે. અલિશાએ વર્ષો સુધી મહેનત કરી પૈસા એકઠા કરી આખરે 39 વર્ષની ઉંમરે આ સર્જરી કરાવી છે.

અલિશાનું કહેવું છે કે શાળા-કોલેજના દિવસોમાં અન્ય વિદ્યાર્થીઓ વચ્ચે રહેવું તેમના માટે પડકારજનક બની જતું હતું.

પણ તેઓ કહે છે કે "પહેલાં મેં મારી જાતને સ્વીકારી પછી સમાજ તરફ જોઈ શકું છું કે તે મને સ્વીકારે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો