વલસાડ : નારગોલ ગામે એક લાખ વૃક્ષો વાવી પડતર જમીન પર જંગલ બનાવી દીધું

પ્રકાશિત

ગુજરાતના દક્ષિણ છેડે વલસાડના ઉમરગામમાં આવેલું નારગોલ. દરિયાકાંઠે વસેલું આ નાનકડું ગામ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે.

પ્રિ-વેડિંગ શૂટથી માંડીને ફિલ્મોનાં શૂટિંગ માટે પણ નારગોલ જાણીતું છે.

એક તરફ વિશ્વમાં જ્યાં જંગલોનો નાશ થઈ રહ્યો છે જેને લીધે ગ્લોબલ વૉર્મિંગ પણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના આ નાનકડા ગામની ગ્રામપંચાયત અને ગામલોકો દ્વારા 1 લાખ 20 હજાર વૃક્ષો વાવી માનવસર્જિત જંગલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વીડિયો. : ધર્મેશ અમીન / રવિ પરમાર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો