You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન: 'ત્રણ દીકરા બૉમ્બબ્લાસ્ટમાં મરી ગયા, હવે હું નહીં જીવી શકું'
પ્રકાશિત
બેનાફશાબીબીએ બધું જ ગુમાવી દીધું છે. તાલિબાન અને અફઘાન સેનાના સંઘર્ષમાં તેમના ત્રણ દીકરા મૃત્યુ પામ્યાં છે, તેઓ કહે છે કે તેઓ પણ હવે જીવવાં નથી માગતાં.
અમેરિકન સેનાના પરત ફર્યા પછી તાલિબાન અને અફઘાન સેનાના સંઘર્ષ વચ્ચે સામાન્ય લોકોનું જીવન વેરવિખેર થઈ ગયું છે.
બેનાફશાબીબી પણ આવા કેટલાય અફઘાન લોકોમાંનાં એક છે. તેઓ હજારો પરિવારોની જેમ તાલિબાન અને અફઘાન સંઘર્ષથી બચવા માટે પોતાનું ઘર છોડીને ભાગ્યાં છે.
કુંદુઝના એક કૅમ્પમાં તેમણે શરણ લીધું છે, પરંતુ અહીં પણ તેઓ સુરક્ષિત નથી.
આ વીડિયોમાં જુઓ કુંદુઝના એક કૅમ્પમાં બીબીસીની ટીમની મુલાકાત.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો