You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ગળો પીવાથી લિવર પર આડઅસર થાય છે?
ગળોને કોરોના વાઇરસ સામે લડવા માટે જરૂરી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વાપરવાની સલાહ આપવામાં આવે છે પરંતુ નવા સંશોધનમાં તેની આડઅસરો વિશે વાત કરવામાં આવી છે.
આ સંશોધન જર્નલ ઑફ ક્લિનિકલ ઍન્ડ એક્સપેરિમેન્ટલ હેપાટોલૉજીમાં પ્રકાશિત થયેલું છે. હેપાટોલૉજિસ્ટ અને સંશોધનના પ્રમુખ ડૉ આભા અગ્રવાલે કહ્યું કે "કોરોનાકાળમાં લોકો ગળો વધારે પ્રમાણમાં લેવા લાગ્યા તો અમે તેના પર સંશોધન કરવાનું વિચાર્યું."
તેમના સંશોધનમાં ગળોની આડઅસરો વિશે માહિતી મેળવવામાં આવી. આ વીડિયોમાં જુઓ કે શું ખરેખર ગળો રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક હોય છે, શું ગળો પીવાથી લિવર પર અસર થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો