દેશમાં કોવિડ મહામારીનો કુલ મૃત્યુઆંક ખરો કે ખોટો? જુઓ બીબીસીની તપાસ

પ્રકાશિત

ગુજરાત સહિત સમગ્ર દેશમાં માર્ચ, 2021 બાદ કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત થઈ અને અમુક દિવસોમાં જ હૉસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાવા લાગી. સ્મશાનોમાં અંતિમવિધિ માટે લાંબી કતારો જોવા મળી.

ઓક્સિજન માટે ભટકતા લોકો અને સારવાર માટે કરગરતાં સંબંધીઓનાં દૃશ્યો હજુ પણ આંખ સામે ખડાં થઈ જાય છે.

લોકોના અપાર દુખની સામે સરકારે રજૂ કરેલા સંક્રમણ અને કોરોનાથી થયેલાં મોતના આંકડાને ઘણા નિષ્ણાતો બનાવટી અને ઓછા ગણાવે છે.

આ દાવામાં સત્ય કેટલું છે? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીનો વિસ્તૃત અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે