You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલીપ કુમારનું પાકિસ્તાનમાં આવેલું ઘર હવે આવું દેખાય છે, શું કહે છે પડોશીઓ?
પ્રકાશિત
દિલીપ કુમારના નામથી જાણીતા બનેલા યુસુફ ખાનનો જન્મ પેશાવરમાં 'કિસ્સા ખ્વાની' બજારમાં આવેલા એક ઘરમાં થયો હતો. બાદમાં તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈ આવી ગયા પરંતુ પેશાવર અને પાકિસ્તાનથી સાથેનો તેમનો સંબંધ હંમેશાં રહ્યો.
દિલીપ કુમાર એવા કલાકારોમાં હતા, જેમનો અભિનય સરહદની બંને બાજુના લોકો જોતાં અને તેમની પ્રશંસા પણ કરવામાં આવી હતી.
1947 બાદ, દિલીપ કુમાર બે વખત પાકિસ્તાન ગયા. એક વખત 1988માં અને બીજી વખત 1997માં. તેમની બીજી મુલાકાત વખતે તેમને પાકિસ્તાન સરકાર દ્વારા સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ, નિશાન-એ-ઇમ્તિયાઝથી નવાજવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો