દિલીપ કુમારની એ ફિલ્મ જેણે તેમને ટ્રૅજેડી કિંગ બનાવી દીધા
પ્રકાશિત
બોલીવુડમાં ટ્રૅજેડી કિંગ તરીકે જાણીતા દિલીપ કુમારે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમનો જન્મ 22 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ મોહમ્મદ યુસુફ રાખવામાં આવ્યું હતું. તેમના પિતા કામની શોધમાં મુંબઈ આવી ગયા હતા. આ જ શહેરમાં બાદમાં દિલીપ કુમારે પોતાના અભિયની શરૂઆત કરી. તેમણે પોતાનું નામ મોહમ્મદ યુસુફમાંથી બદલીને દિલીપ કુમાર કરી દીધું હતું.
તેમની પ્રથમ ફિલ્મ જ્વાર ભાટા હતી. જે વર્ષ 1944માં આવી હતી.
પરંતુ વર્ષ 1949 માં બનેલી ફિલ્મ અંદાજે તેમને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. આ ફિલ્મમાં તેમણે રાજકપૂર સાથે કામ કર્યું.
વર્ષ 1955માં તેમણે દેવદાસ ફિલ્મમાં એવો અભિનય કર્યો કે લોકો તેમને ટ્રૅજેડી કિંગ કહેવા લાગ્યા.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો